વડગામ શિવધામ vadgam
આ છે પ્રાકૃતિક રીતે સમૃધ્ધ વડગામનું શિવધામ ( અંતિમધામ) જેનું રીનોવેશનનું કાર્ય દિલેર દાતાશ્રીઓ અને ગામલોકોના સહયોગ થકી કેટલાક સમયથી ચાલી રહ્યું છે. ઔષધીય વનસ્પતિઓ, ફુલ છોડ, ફળફળાદી તેમજ અન્ય વૃક્ષ ઉછેર તેમજ જરૂરી સુવિધાઓ સાથે તેના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. કોઈ પણ સાર્વજનિક સ્થળ જ્યાં પ્રકૃતિનું સંવર્ધન સારી રીતે થતું હોય એ અત્યંત આવશ્યક છે અને એ બાબતમાં વડગામનું શિવધામ આદર્શ સાર્વજનિક સ્થળરૂપે વિકસી રહ્યું છે એનો અમને સૌને વિશેષ આનંદ છે. આપણો કિંમતી સમય અને દાન યોગ્ય જગ્યાએ કરવાથી આત્મસંતૃપ્તિ મળતી હોય છે. credit :- fb page વન વગડો or mr. nitin patel (page member)